Home> Gujarat
Advertisement
Prev
Next

આજે સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ: દ્વારકા અને અંબાજી મંદિરોના સમયમાં ફેરફાર

આજે સદીનું સૌથી મોટુ ચંદ્રગ્રહણ છે. પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા અને અંબાજી મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સાથે હવન યજ્ઞના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યાં છે. 

આજે સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ: દ્વારકા અને અંબાજી મંદિરોના સમયમાં ફેરફાર

રાજુ રૂપારેલિયા, જયદેવ દવે: આજે સદીનું સૌથી મોટુ ચંદ્રગ્રહણ છે. પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા અને અંબાજી મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સાથે હવન યજ્ઞના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યાં છે. અંબાજી મંદિરમાં પણ દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યાં છે. આ ગ્રહણ સદીનું સૌથી લાંબુ ગ્રહણ હશે. 

ચંદ્ર ગ્રહણ અને સાથે ગુરુપુર્ણિમાં હોવાથી યાત્રાધામ દ્વારકાના જગત મંદિરના સમયમાં ફેરફાર કરાયો છે. સવારે પાંચ વાગ્યે મંગળા આરતી બાદ ભગવાનના નિત્ય ક્રમ સાથે બપોરે બાર વાગ્યે જગત મંદિર અનોષર એટલે કે બંધ થઈ ગયા છે. બપોરે ત્રણ વાગ્યે મંદિર ના દ્વાર ખુલશે અને ઉથાપન દર્શન બાદ વિવિધ દર્શન આરતી ભોગના નિત્યક્રમ બાદ મંદિરના દ્વાર સાંજે વહેલા સાત વાગ્યે બંધ થશે. અને યજ્ઞ સમય દરમ્યાન ભીતરમાં ભગવાનના મંદિરમાં પૂજારી પરિવાર દ્વારા વિશ્વશાંતિ અર્થે હોમ હવન યજ્ઞ કરવામાં આવશે .

ગ્રહો અને નક્ષત્રો જે રીતે અસર કરતા હોય છે તે જ રીતે ચંદ્રગ્રહણ પણ માનવ જીવનને અસર કરતા હોવાથી મંદિરોના સમયમા ફેરફાર કરાતો હોય છે.

ક્યારથી શરૂ થશે અને ક્યારે પૂરું થશે ગ્રહણ?
 આજે 11.54 વાગ્યે ગ્રહણ શરૂ થશે અને આવતીકાલે સવારે 3.54 વાગ્યા સુધી રહેશે. 235 મિનિટ સુધી રહેશે ગ્રહણ. આ ગ્રહણ સદીનું સૌથી મોટું ગ્રહણ છે. ગ્રહણને કારણે ધાર્મિક સ્થળો અને મંદિરોમાં સૂતક લાગે છે. સુતક લાગવાથી મંદિરોમાં  દર્શન અને આરતીના સમય માં કરવામાં આવ્યા છે ફેરફાર

યાત્રાધામ અંબાજી મંદિર માં પણ દર્શન અને આરતી ના સમય માં થયા છે ફેરફાર 
ચંદ્રગ્રહણના કારણે યાત્રાધામ અંબાજી મંદિરમાં માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બપોરના 1 થી સાંજના 7 વાગ્યા સુધી મંદીરના કપાટ બંધ રહેશે.દર્શનાર્થીઓ જાળીમાંથી કરી શકશે દર્શન. બીજા દિવસે સવારની આરતી 9.00 કલાકે થશે. ત્યાર બાદ દર્શન અને આરતીનો સમય રાબેતા મુજબ રહેશે
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More